સ્ટફ્ડ ખાંડવી રેસિપી : આ રીતે ઘરે ટ્રાય કરો સ્ટફ્ડ ખાંડવી


By Vanraj Dabhi09, Feb 2024 01:04 PMgujaratijagran.com

ગુજરાતી સ્ટફ્ડ ખાંડવી

ખાંડવી એ ગુજરાતી વાનગી છે. તે દેખાવમાં જેટલો સરસ લાગે છે તેટલો જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તે માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. આ તમામ લોકો માટે હળવો નાસ્તો છે. ચાલો તેને બનાવવાની સરળ રીત જાણીએ.

સામગ્રી

ચણાનો લોટ, દહીં, પાણી, મીઠું, દળેલી ખાંડ, હળદર પાવડર, આદુ-લીલા મરચાંની પેસ્ટ, હિંગ, તેલ, રાઈ, મીઠો લીમડો, સફેદ તલ,છીણેલું ગાજર, નારિયેળ, કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ તમામ સામગ્રી તૈયાર કરીને એક કડાઈમાં તેલ ગરમ કરીને છીણેલું ગાજર,નાળિયેર નાખીને ધીમી આંચ પર બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, પાણી, મીઠું, ખાંડ અને આદુ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે પેનને ગેસ પર રાખી ધીમી આંચ પર રાંધો અને તે ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. પછી તેને પ્લેટ તેલથી ગ્રીસ કરીને ખાંડવીના બેટરને સરખી રીતે ફેલાવી દો.

સ્ટેપ- 4

હવે 15 મિનિટ માટે ઠંડુ થાય પછી પેન તેલ ગરમ કરી તેમાં હિંગ,રાઈ,મીઠો લીમડો અને સફેદ તલ નાખીને તડકો તૈયાર કરો.

સ્ટેપ- 5

15 મિનિટ પછી તેના પર તૈયાર કરેલું ગાજર અને નારિયેળ ગાર્નિશ કરીને 2 ઇંચના અંતરે છરી વડે કટ કરીને વાળીને લીલા ધાણાથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ગુજરાતી સ્ટફ્ડ ખાંડવી, તમે તેને ઝડપથી બનાવી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે ખાઈ શકો છો અને ખવડાવી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે ઘરે બનાવો તંદૂરી ઢોકળા