ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે,તેથી તમે જો આ ચટણીને ઘરે બનાવવા માંગતા હોવ તો નોંધો લો આ સરળ રેસીપી.
ખજુર,ગોળ,આંબલી,લાલ મરચું,જીરું પાઉડર,સંચળ,મીઠું સ્વાદ મુજબ.
સૌ પ્રથમ એક પ્રેશર કુકરમાં ખજૂર, ગોળ અને આંબલી ઉમેરીને એમાં 1.5 કપ પાણી ઉમેરીને બધુ 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
હવે કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલીને ખજૂર અને આમલીના ઠળિયાને અલગ કરી હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લો.
આ મિશ્રણને એક ગરણી વડે ગાળી લો અને તેમાં 1/2 કપ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
હવે ચટણીમાં મીઠું,સંચળ,લાલ મરચું અને શેકેલ જીરુંનો પાઉડર ઉમેરીને બધું બરાબર હલાવી લો.
ચટણી તૈયાર છે તેને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં પાંચ થી છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.