ઘરે બનાવો સોજીના મિક્સ વેજ અપ્પમ


By Vanraj Dabhi07, Jan 2024 02:43 PMgujaratijagran.com

અપમ રેસીપી

આ રેસીપી દરેક લોકોને પસંદ હોય છે તે સવારના નાસ્તામાં વધારે ખાવામાં આવે છે, તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો, ચાલો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

1/2 ગ્લાસ રાત રવાનું ખીરું, 1 ડુંગળી સમારેલી,1 લીલું મરચું ગોળ કટ કરેલું,થોડી કોથમીર,2 ચમચા છાસ,મીઠું સ્વાદાનુસાર,ચપટી સાજી.

સ્ટેપ- 1

એક ગ્લાસમા રહેલા ખીરામા બધી જ વસ્તુ ઓ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે અપ્પમ બનાવવાના પાત્રને તેલ થી ગ્રીસ કરી ગેસ પર ગરમ થવા મૂકીને તેમાં ખીરું નાખી ઢાંકણ ઢાંકી દો.

સ્ટેપ- 3

થોડીવાર પછી તેને પલટાવી અને બીજી બાજુ થોડીવાર પકાવી લો.

સ્ટેપ- 4

તૈયાર છે સોજી અપ્પમ તમે તેને ચટણી સાથ ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડ્રાયફ્રૂટના લાડુ બનાવવાની રેસીપી