ચોમાસાની ઋતુમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ચાલો આજે સ્ટ્રીટ સ્ટાઈલ મનચાઉ સૂપ બનાવવાની રેસીપી જાણી લો.
કોબીજ, ગાજર,કેપ્સીકમ,મકાઈનો લોટ,ઘી,આદુ-લસણ,સોયા સોસ,ચિલી સોસ,વિનેગર,કાળા મરી પાવડર, મીઠું,તળેલા નૂડલ્સ,લીલી ડુંગળી.
સૌ પ્રથમ શાકભાજીને સાફ કરીને તેને સમારી એક કપ પાણીમાં મકાઈનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં આદુ,લસણ, લીલા શાકભાજી નાખીને ઢાંકીને ધીમી આંચ પર પકાવો.
હવે તેમાં મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરીને થોડું નરમ થઈ જાય પછી તેમાં સોયા સોસ, ચીલી સોસ અને વિનેગર ઉમેરો.
હવે તેમાં પાણી નાખીને ઉકળો અને પછી તેમાં મકાઈના લોટની પેસ્ટ નાખીને મિક્સ કરી ઉપર તળેલા નૂડલ્સ, લીલા ડુંગળીથી ગાર્નિશ કરો.
તૈયાર છે મનચાઉ સૂપ તમે ચોમાસામાં તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.