Makai Na Bhajiya: મકાઈના ભજીયા બનાવવાની રેસીપી


By Vanraj Dabhi26, Jul 2024 10:29 AMgujaratijagran.com

મકાઈના ભજીયા

ચોમાસામાં દરેક લોકોને ભજીયા ખાવા પસંદ હોય છે, તમે ઘણી પ્રકારના ભજીયા ટ્રાય કર્યા હશે પરંતુ શું તમે ક્યારેય મકાઈના ભજીયા ટ્રાય કર્યા છે, નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

સ્વીટ કોર્ન,લાલ મરચું પાઉડર,આદુની પેસ્ટ,અજમો,ચોખાનો લોટ,મીઠું,ચણાનો લોટ,તેલ,કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ મકાઈને બાફી તેના દાણા છરી વડે અલગ કરો અને એક મિક્સર જારમાં નાખીને પીસી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ડુંગળી, લીલા મરચા,કોથમરીને ઝીણી સમારી લો.

સ્ટેપ-3

હવે તેમાં બધા મસાલા, ચણાનો લોટ અને પાણી નાખી મિક્સ કરીને બેટર બનાવી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં છુંદાના ભજીયા બનાવો તેવી રીતે કડાઈમાં મકાઈના ભજીયા મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે સ્વીટકોર્નના ટેસ્ટી ભજીયા, તમે વરસાદી ઋતુમાં ઘરે બનાવીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dahi Vada Recipe: દહીં વડા ચાટ બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો