કચ્છી દાબેલી ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi23, Jan 2024 03:34 PMgujaratijagran.com

દાબેલી રેસીપી

ગુજરાતના કચ્છની દાબેલી ખૂબ પ્રખ્યાત છે. તે બધા પ્રકારનો સ્વાદ ધરાવે છે તમે તેને તીખી,મીઠી,ખાટી અને ચટપટા મસાલેદાર સ્ટફિંગ ભરીને પાવ બનાવવામાં આવે છે.

સામગ્રી

બટેટા,દાબેલી બન,દાબેલી મસાલો,સ્વાદ મુજબ મીઠું,તેલ,લાલ મરચું,નાયલોન સેવ,લસણની લાલ મસાલેદાર ચટણી,મીઠી આમલી ખજૂરની ચટણી, દાડમના દાણા,હળદર,નાળિયેરનું કોપરું,કોથમરી,માખણ,મસાલાના શિંગ.

સ્ટેપ 1

સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીને મેશ કરીને એક પેનમાં તેલ,દાબેલી મસાલો,મીઠી આમલીની ચટણી ઉમેરીને ગરમ કરો.

સ્ટેપ 2

હવે તેમાં મેશ કરેલા બટાકા,મીઠું,લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરો અને મિશ્રણ તૈયાર થાય પછી તેને એક પ્લેટમાં ઠંડુ થવા માટે બહાર કાઢો.

સ્ટેપ 3

હવે તેમાં ઉપરથી નારિયેળ,દાડમના દાણા,ધાણાજીરું,મસાલાના શિંગ અને નાયલોનની સેવનું લેયર કરો.

સ્ટેપ 4

હવે દાબેલી બનને વચ્ચેથી કાપીને એક બાજુ લાલ લસણની ચટણી અને બીજી બાજુ મીઠી આમલીની ચટણી લગાવી વચ્ચે દાબેલી મસાલો ભરો.

સ્ટેપ 5

હવે બટર લગાવો અને બંને બાજુથી શેકી લો.

સર્વ કરો

તૈયાર છે કચ્છી દાબેલી તમે તેને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદની ફેમસ જય ભવાની વડાપાવ રેસીપી