Dabeli Recipe: કચ્છી દાબેલી બનાવવાની યુનિક રેસીપી, નોંધી લો


By Vanraj Dabhi08, Sep 2024 05:50 PMgujaratijagran.com

કચ્છી દાબેલીની રેસીપી

દાબેલી દરેક લોકોને પસંદ હોય છે. આજે અમે ગુજરાતની ફેમસ ચટપટા મસાલેદાર સ્ટફિંગ પાવમાં ભરીને સર્વ કર શકવામાં આવતી કચ્છી દાબેલીની રેસીપી જણાવીશું.

સામગ્રી

પાઉં, બાફેલા બટાકા, ડુંગળી, જીરું, વરિયાળી, તેલ, તજ-લવિંગ, કાળા મરી, નારિયેળ છીણ, હળદર, આખા ઘાણાં, ખાંડ, આમચૂરણ, આંબલીની ચટણી, લીલી ચટણી, મગફળી, દાડમના દાણા, બટર, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઇમાં ધાણાં,વરિયાળી,જીરું,કાળા મરી,તજ,લવિંગ,સુકા નારિયેળનું છીણ અને સુકા લાલ મરચા નાંખીને ધીમી ગેસે મસાલાને શેકી લો.

સ્ટેપ-2

હવે મસાલા ઠંડા થાય પછી બધા મસાલાને મિક્સરમાં નાખીને પીસીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે બાફેલા બટાકાની છાલ કાઢીને મેશ કરીને એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં દાબેલીનો મસાલો નાંખીને આંબલીની ચટણી નાંખો અને એમાં થોડુ પાણી મિક્સ કરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-4

આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો અને એમાં ઉપરથી નારિયેળનું છીણ,કોથમીર,દાડમ,સેવ અને સિંગ નાંખીને ટોપિંગ કરી લો.

સ્ટેપ-5

હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેના પર પાઉં મૂકી બટર લગાવીને પાઉંની વચ્ચે આ મસાલો ભરીને શેકી લો.

સર્વ કરો

હવે દાબેલીને રોસ્ટ કરીને તીખી-મીઠી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kantola Sweet Sambharo: કંટોલાનો ગળ્યો સંભારો બનાવવાની રીત