Kantola Sweet Sambharo: કંટોલાનો ગળ્યો સંભારો બનાવવાની રીત


By Vanraj Dabhi08, Sep 2024 10:39 AMgujaratijagran.com

કંટોલાનો ગળ્યો સંભારો

ભોજનમાં સંભારો દરેક લોકોને પસંદ હોય છે, આજે અમે તમને કંટોલાનો ગળ્યો સંભારો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કંટોલા, રાઈ, હિંગ, હળદર, મીઠુ, તેલ, ગોળ કે ખાંડ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, હળદર, હિંગ નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલા કંટોલા ઉમેરીને થોડીવાર સાંતળો.

સ્ટેપ-4

હવે તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કંટોલાનો ગળ્યો સંભારો, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Chikki Recipe: રાજગરાની ચીક્કી બનાવવાની પરફેક્ટ રેસીપી