તમે બચેલા ચોખા કે તાજા ભાત બનાવીને ચાઈનીઝ વેજ ફ્રાઈડ રાઈસ ઝડપથી બનાવી શકો છો. જાણીએ તેની રેસીપી.
ચોખા, ડુંગળી, કોબી, ટામેટા, કેપ્સીકમ, ગાજર, આદુ-લસણની પેસ્ટ, શેઝવાન મસાલા, તેલ.
સૌપ્રથમ કોબીજ, ડુંગળી, ટામેટા વગેરે શાકભાજીને બારીક સમારીને તેને એક બાઉલમાં રાખો.
હવે ચોખાને પ્રેશર કૂકરમાં બાફી લો અને આદુ, લસણ અને લીલા મરચાને પણ એકસાથે પીસીને પેસ્ટ બનાવો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સહિત તમામ શાકભાજી નાખીને સાંતળી લો.
તેમાં આદુ-લસણની પેસ્ટ અને શેઝવાન મસાલો ઉમેરીને શાકભાજીને ક્રંચી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
હવે તેમાં બાફેલા ચોખા ઉમેરીને મિક્સ બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે ચાઈનીઝ ફ્રાઈડ રાઇસ. તમે તેને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને યુનિક રેસીપી અને અન્ય વાનગીઓ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.