ઘઉના લોટની ચકરી તો તમે ખાધી હશે, આજે અમે તમને પાલકની ચકરી બનાવવાની રીત જણાવીશું.
ચોખાનો લોટ, બેસન, અજમો, આદુ-મરચાની પેસ્ટ, તલ, મીઠું, પાલકની પ્યુરી, માખણ-ઘી.
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, ચોખાનો લોટ, અજમો, તલ, મીઠું, આદુ-મરચાની પેસ્ટ અને બટર નાખી મિક્સ કરી લો.
હવે પાલકની પ્યુરી ઉમેરી નરમ લોટ બાંધી લો અને થોડું તેલ લગાવી 10 મિનિટ રેસ્ટ થવા દો.
હવે સંચાના મોલ્ડમાં મિશ્રણ ભરી બટર પેપર પર ચકરી પાડી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મીડીયમ તાપે ચકરીને તળી લો.
ચકરી ઠંડી થાય પછી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.