સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ઘરે જ સાંભારનો મસાલો કેવી રીતે બનાવવો? ચાલો જાણીએ


By Vanraj Dabhi18, Nov 2023 09:02 AMgujaratijagran.com

સાંભાર મસાલાની રેસીપી

ભારતમાં લગભગ દરેક વ્યક્તિ સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. ત્યારે ઈડલી, ઢોસા અને વડા સાથે સંભારને પીરસવામાં આવે છે જે લોકોને ખૂબ ગમે છે. તેથી આજે અમે તમને ઘરે સાંભાર મસાલો બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

સાંભાર મસાલા માટેની સામગ્રી

મીઠો લીમડો, આખા ધાણા, સરસવના દાણા, મેથીના દાણા, જીરું, અડદની દાળ, ચણાની દાળ, હીંગ, હળદર પાવડર, આખું લાલ મરચું, કાળી એલચી, આખા કાળા મરી,લવિંગ, તજ.

સાંભાર મસાલો બનાવવાની રીત

આ માટે સૌ પ્રથમ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો અને આંચને મધ્યમ રાખો. હવે તેમાં 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી ચણાની દાળ નાખો.

સ્ટેપ 1

હલાવતા સમયે આ દાળને સારી રીતે ફ્રાય કરો. દાળ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો અને પછી 4 ચમચી આખા ધાણા ઉમેરો.

સ્ટેપ 2

હવે દાળમાં 1 ચમચી મેથીના દાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી સરસવ ઉમેરો. આ બધી વસ્તુઓને 1 મિનિટ માટે ધીમી આંચ પર ફ્રાય કરો.

સ્ટેપ 3

જ્યારે બધી સામગ્રી ફ્રાય થઈ જાય ત્યારે આ મિશ્રણમાં 4 મોટી એલચી, થોડા મીઠા લીમડાના પાન, 10-12 લવિંગ અને અડધી ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરો.

સ્ટેપ 4

આ બધી સામગ્રીને ધીમી આંચ પર 2 મિનિટ સુધી સારી રીતે પકાવો અને પછી આ મિશ્રણમાં થોડી હિંગ અને 1 ચમચી હળદર પાવડર ઉમેરો.

સ્ટેપ 5

હવે આ મિશ્રણને લગભગ 10 મિનિટ માટે ફ્રાય કરો અને પછી તેને ઠંડુ થવા દો. આ પછી મસાલાની સામગ્રીને મિક્સરમાં નાખીને બારીક પીસી લો.

વાંચતા રહો

આ સાંભાર મસાલાને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવા જોઈએ, સ્ટારી ગમે તો શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતે વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં વિક્રમજનક 41 હજારથી વધુ પેટન્ટ આપી