Mahudi Sukhdi: મહુડી સુખડી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi24, Oct 2024 11:39 AMgujaratijagran.com

સુખડી રેસીપી

આ એક સ્વાદિષ્ટ રેસીપી છે, તેને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, આજે અમે તમને મહુડી સુખડીની રેસીપી જણાવીશું.

સામગ્રી

ઘી, ઘઉંનો લોટ, ગોળ,ખસ ખસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં 1 કપ ઘી ગરમ કરીને ઓગાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને 15 મિનિટ સુધી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-3

હવે તેમા 1 કપ ગોળ નાખીને હલાવતા રહીને તેને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ઉપરથી થોડી ખાસ ખસ છાંટીને સારી રીતે સેટ થવા દો.

સર્વ કરો

તૈયાર છે મહુડી સુખડી, તમે તેના ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tomato Chutney: ટામેટા અને ખજૂરની ચટણી બનાવવાની રેસીપી