Methi Thepla: દિવાળી પર ઘરે ટ્રાય કરો કુણા માખણ જેવા મેથીના થેપલાની રેસીપી


By Vanraj Dabhi24, Oct 2024 12:01 PMgujaratijagran.com

મેથીના થેપલા

મેથીના થેપલા તો તમે ખાધા જ હશે, આજે અમે તમને કુણા માખણ જેવા પોચા થેપલા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં, મીઠું-મરચું, હળદર, તલ, હીંગ, અજમો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીના પાન ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં મીઠુ-મરચું, હળદર, તલ, હીંગ, અજમો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડું પાણી અને તેલ ઉમેરીને લોટ બાંધી લો અને લૂઆ બનાવીને થેપલા વણી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર થેપલા મૂકી એક ચમચી તેલ લગાવીને બંને બાજું સારી રીતે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે કુણા માખણ જેવા મેથીના થેપલા, તમે દહીં, કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mahudi Sukhdi: મહુડી સુખડી બનાવવાની રેસીપી