હોમ મેઈડ શ્રીખંડની રેસિપી


By Vanraj Dabhi06, Feb 2024 04:05 PMgujaratijagran.com

શ્રીખંડની રેસિપી

શ્રીખંડ એ એક અદ્ભુત મીઠાઈ છે જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વાનગી ખૂબ જ ખવાય છે,તે દહીંમાંથી બનાવવામાં આવે છે,તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે, ચાલો આજે આ રીતે શ્રીખંડ બનાવીએ.

સ્ટેપ- 1

ઘરે શ્રીખંડ બનાવવા માટે એક બાઉલમા દહીંને જમાવી દો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં સ્વચ્છ કપડું ફેલાવીને વચ્ચે દહીં ઉમેરો.

સ્ટેપ- 3

હવે કપડાને ચારે બાજુથી ભેગું કરીને ઉપાડીને ચુસ્ત રીતે બાંધી દો.

સ્ટેપ- 4

હવે કપડાને ફ્રિજમાં લગભગ 6 થી 7 કલાક સુધી અથવા લગભગ બધુ જ પાણી દહીંમાંથી બહાર ન આવે ત્યાં સુધી લટકાવી રાખો.

સ્ટેપ- 5

6-7 કલાક પછી કપડું ખોલીને એક બાઉલમાં કડક દહીં કાઢી લો.

સ્ટેપ- 6

હવે ઘટ્ટ દહીંમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરીને મિક્સ કરો.

ગાર્નિશ કરીને સર્વ કરો

હવે તેમાં ઝીણી સમારેલી બદામ અને કાજુ ઉમેરીને બરાબર મિક્સ કરીને શ્રીખંડ સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Valentines 2024: જાણો આ વિવિધ રોઝ વિશે અને તે શું દર્શાવે છે