ફેબ્રુઆરી 7ના દિવસે રોઝ ડે ઉજવવામાં આવે છે. આ સ્ટોરીમા આપણે વિવિધ રોઝ વિશે જાણીશું અને તે શું દર્શાવે છે તેની પણ વાત કરીશું.
રેડ રોઝ પ્રેમ અને પેશનને દર્શાવે છે. રેડ રોઝ પ્રેમમાં એકબીજાને આપવામાં આવતો સાથ અને વચનનું પ્રતિક છે.
વ્હાઈટ રોઝ એમને આપવામાં આવે છે જે આપણા હૃદયની ખૂબ નજીક છે, આ રોઝ પ્રેમ, સન્માન અને પ્રતિષ્ટાનું પ્રતિક છે.
પીંક રોઝ કૃતજ્ઞતા અને પ્રશંસાને દર્શાવે છે, આ રોઝ તમે તમારા મિત્ર, ભાઈ-બહેન અથવા તમારા ટીચર્સને આપી શકો છો.
આ એક ખૂબજ સુંદર અને દૂર્લભ ફુલ છે. જો કોઈ તમને લાવેન્ડર રોઝ આપે તો તમારે સમજી લેવુ કે તેઓ પહેલી નજરમાં જ તમારા પ્રેમમાં પડી ગયા છે.
પીચ રોઝ પ્રેમની શુધ્ધતા અને તેના રોમાન્સને દર્શાવે છે. જેઓ શરમાળ પ્રકૃતીના છે તેમના માટે પરફેક્ટ છે.
બ્લુ રોઝ પ્રેમની ઈમાશનોલ સ્ટ્રેગ્થ અને તેની સંવેદના સાથે સંકળાયેલું છે.