ઉપવાસ દરમિયાન શક્કરિયાનો શીરો કે હલવો દરેક ઘરમાં બનતો હોય છે, પરંતુ ઘણા લોકો કહેતા હોય છે પરફેક્ટ હલવો બનતો નથી, આજે અમે શક્કરિયાનો હવલો કે શીરો બનાવવાની રીત જાણાવીશું.
શક્કરિયા,ખાંડ,દુધ,કેસર,ઘી,ડ્રાયફ્રુટ્સ,એલચી પાવડર.
સૌ પ્રથમ શક્કરિયાને ધોઈ સાફ કરીને એક કુકરમાં તેને બાફીને તેની છાલ ઉતારી લો.
હવે એક બાઉલમાં શક્કરિયાને ખમણીની મદદથી ખમણી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ખમણેલા શક્કરિયા ઉમેરીને 5 મિનિટ પકાવો.
હવે તેમા ખાંડ,ડ્રાઈફ્રુટ્સ,થોડી મલાઈ ઉમેરીને મિક્સ કરીને દુધમાં પલાળેલું કેસર ઉમેરો.
થોડીવાર પાકવીને પછી તેમા એલચીનો પાવડર ઉમેરો.
તૈયાર છે આપણો શક્કરિયામાંથી બનવાવેલો ફરાળી હલવો, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.