ફરાળી વાનગીઓમાં સાબુદાણાનું નામ આવે એટલે ખીચડી બનાવવાનો જ વિચાર આવે.પરંતુ આજે અમે તમને સાબુદાણાના વડા બનાવવાની રીત જણાવીશું.
સાબુદાણા,પાણી,બાફેલા બટેટા,કોથમરી,સીંગદાણાનો ભૂકો,આદુ-મરચાની પેસ્ટ,રોક મીઠું સ્વાદાનુસાર,લીંબુનો રસ,તેલ.
સૌપ્રથમ બોઉલમાં સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર પાણીથી ધોઈને સાબુદાણાને પાણીમાં 4થી 5 કલાક પલાળી રાખો.
હવે એક બાઉલમાં સાબુદાણા,બાફેલા બટેટા,સમારેલા ધાણા,સીંગદાણાનો ભૂકો,આદુ-મરચાની પેસ્ટ,રોક મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો.
હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી કટલેટ અથવા ગોળ આકારના વડા બનાવી તૈયાર કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, વડાને એક એક કરીને તેલમાં નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળી લો.
તૈયાર છે સાબુદાણાના વડા,એક સર્વિંગ પ્લેટમાં વડા પીરસીને ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.