Shakarpara Recipe: સાતમ-આઠમના તહેવાર પર ઘરે બનાવો ક્રિસ્પી શક્કરપારા


By Vanraj Dabhi17, Aug 2024 04:21 PMgujaratijagran.com

જન્માષ્ટમીનો તહેવાર

ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ તહેવારને જન્માષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ રાંધણ છઠના દિવસે દરેક લોકોના ઘરે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવે છે.

મીઠા પારા

દરેક લોકોએ શક્કરપારા તો ખાધા જ હશે, તો આજે અમે તમને તેની રેસીપી જણાવીશું.

સામગ્રી

તેલ, લોટ, ઘી, ખાંડ કે ગોળ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ખાંડ કે ગોળ અને પાણી નાખીને મિક્સ કરીને ઓગાળી લો.

સ્ટેપ-3

ખાંડ વાળા પાણીથી લોટ બાંધી લો અને પછી લૂઆ બનાવીને રોટલી જેમ વણી લો.

સ્ટેપ-4

હવે તેને છરી વડે શક્કરપારા જેવા આકારમાં કાપી લો

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે શક્કરપારાની રેસીપી તમે ઘરે બનાવીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Surti Locho Recipe: સુરતી લોચો બનાવવાની પરફેક્ટ રેસીપી