Surti Locho Recipe: સુરતી લોચો બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi17, Aug 2024 12:29 PMgujaratijagran.com

સુરતી લોચો

આ એક સુરતની ફેમસ રેસીપી છે, તમે સુરતી લોચો ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

ચણાની દાળ, અડદની દાળ, લીલા મરચાં, આદુ, પૌવા, દહીં, તેલ, હળદર, ઈનો, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, કાળા મરી પાવડર, જીરું પાવડર, હિંગ, લીલી ચટણી, માખણ, નાયલોન સેવ, ડુંગળી, લસણ.

સ્ટેપ-1

ચણાની દાળ અને અડદની દાળને 6 થી 8 કલાક પલાળ્યા પછી તેમાં લીલા મરચાં,લસણ,પોહા,આદુનો ટુકડો અને દહીં નાખીને મિક્સરમાં પીસી લો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું,હળદર પાવડર અને તેલ નાખીને મિક્સ કરીને આ મિશ્રણને 3 કલાક સુધી સેટ થવા દો.

સ્ટેપ-3

હવે તેમાં ફરીથી થોડું તેલ અને ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરી મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં નાખીને સ્ટીમ કરો.

સ્ટેપ-4

હવે તેમાં ઉપર લાલ મરચું પાવડર,જીરું પાવડર,કાળું મીઠું,કાળા મરી પાવડર,હિંગ,ચાટ મસાલો છાંટી ઉપર નાયલોન સેવ, ડુંગળી અને કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં કાઢીને લીલી ચટણી સાથે તમે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અદ્ભુત અને ફેમસ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ghughra Recipe: ડ્રાયફ્રૂટ્સ વાળા ઘુઘરા બનાવવાની યુનિક રેસીપી અત્યારે જ નોંધી લો