ઘુઘરા બધા લોકોને પસંદ હોય છે પરંતુ તે ઘરે પરફેક્ટ બનતા નથી, ચાલો જાણીએ ઘુઘરાની યુનિક રીત વિશે.
મેંદાનો લોટ, મીઠું, ઘી, પાણી, માવો, રવો, કાજુ, બદામ, કિસમિસ, પીસ્તા, નારિળેયની ખમણ, એલસી પાઉડર, દળેલી ખાંડ, તેલ.
સૌ પ્રથણ એક બાઉલમાં મેંદાનો લોટ, મીઠું, ઘી અને પાણી નાખીને લોટ બાંધીને થોડીવાર માટે રેસ્ટ થવા દો.
હવે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં બ્રાઉન માવો નાખીને મિક્સ કરી એક વાસણમાં કાઢી લો.
હવે તે જ પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં રવો, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.
હવે લોટને ફરીથી કૂણીને નાના લૂઆ બનાવી પાટલા પર પુરી જેમ વણી તેમાં તૈયાર કરેલ ઘુધરાનું સ્ટફિંગ ભરી ઘુઘરા વાળી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા ઘુઘરા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ડ્રાયફ્રૂટ્સ વાળા ઘુઘરા, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.