સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ઘરે ઈડલી સાંભારનો મસાલો બનાવવો હોય તો, આ રેસીપી અત્યારે જ નોંધી લો.
મીઠો લીમડો, આખા ધાણા, સરસવના દાણા, મેથીના દાણા, જીરું, અડદની દાળ, ચણાની દાળ, હીંગ, હળદર પાવડર, આખું લાલ મરચું, કાળી એલચી, આખા કાળા મરી,લવિંગ, તજ.
આ માટે સૌ પ્રથમ પેનમાં 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી ચણાની દાળ નાખીને હળવા શેકી લો.
હવે દાળ બ્રાઉન થાય પછી 4 ચમચી આખા ધાણા, મોટી એલચી, થોડા મીઠા લીમડાના પાન,લવિંગ અને અડધી ચમચી કાળા મરી શેકી લો.
આ મિશ્રણમાં થોડી હિંગ અને 1 ચમચી હળદર પાવડર ઉમેરો.
હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. પછી આ બધી એક મિક્સર જારમાં નાખીને બારીક પીસી લો.
તૈયાર છે સાંભાર મસાલાની રેસીપી, તમે સાંભાર બનાવતી વખતે વપરાશ કરી શકો છો.