જો તમે શ્રાવણ 2025માં ઉપવાસ દરમિયાન કંઈક હળવું અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હો, તો સાબુદાણાના થેપલા પેસીપી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સાબુદાણા, લીલા મરચા, ધાણા, શિંગોડા લોટ, આદુ, બટાકા, સિંધવ મીઠું.
સૌ પ્રથમ બટાકાને પ્રેશર કૂકરમાં બાફી લો ત્યારબાદ તેને છોલી લો.
હવે પલાળેલા સાબુદાણામાં છીણેલા બટાકા, સમારેલી કોથમીર અને મરચાં પણ ઉમેરો.
બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેમાં પાણી ઉમેર્યા વિના, શિંગોડાનો લોટ, સિંધવ મીઠું, જીરું ઉમેરીને લોટને બાંધી લો.
હવે તેના નાના લૂઆ બનાવીને હાથની મદદથી થેપલા બનાવો અને એક તવા પર ઘી લગાવીને તેને સારી રીતે શેકી લો.
તૈયાર છે સાબુદાણા થેપલા, તમે શ્રાવણના ઉપવાસમાં તેને દહીં અથવા ચા સાથે સર્વ કરી શકો છો.