ભજીયાએ ગુજરાતીઓનું ભાવતું ભોજન છે. ઘરે મેહમાન આવે ત્યારે કે વરસાદ પડે ત્યારે ભજીયા તો હોય જ. ચણાનાં લોટનાં ખીરામાં બટાકા, ડુંગળી, મેથી, ટામેટાં, અડવીનાં પાન વગેરે જેવા અલગ અલગ પ્રકારના ભજીયા બને છે. વરસતા વરસાદમાં ભજીયા અને ચા એક પરફેક્ટ કોમ્બો છે. ભજીયા સાથે ચટણી અને તળેલા મરચા પીરસવામાં આવે છે.
ચણાનો લોટ, સોજી 1-2 ચમચી, હળદર ¼ ચમચી, જીરું ½ ચમચી, અજમો ¼ ચમચી, મરચું પાવડર ½ ચમચી, મરી પાઉડર ¼ ચમચી, ગરમ મસાલો ¼ ચમચી, હિંગ 1-2 ચપટી, લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી, પાણી જરૂબ મુજબ, મીઠું સ્વાદ મુજબ, તરવા માટે તેલ.
ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચમણાનો લોટ ચાળી લ્યો અને તેમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, અજમો,જીરું, મરી પાઉડર, મરચું પાવડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા, હિંગ અને સોજી નાખીને મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડુ થોડુ પાણી નાખીને મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવો.
ભજીયાની સામગ્રી તૈયાર કરો, જેમ કે બટેટા, ડુંગળી, ટમેટા, મેથી, અડવી વગેરે જે ભજીયા બનાવવા માંગતા હોવ તે સમારીને તૈયાર કરો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લોટના મિશ્રમાં ભજીયાની સામગ્રી મિક્સ કરીને તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
હવે એક બાઉલમાં કાઢી લો અને સર્વિશીંગ ડિશમાં લઈને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈખ-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.