શિયાળામાં જો તમે પરાઠાની સાથે મસાલેદાર અને ખાટા અથાણાંનો ઉપયોગ કરો તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. આ તકે તમે સરળતાથી ઉપલબ્ધ હેલ્ધી આમળાની મદદથી સ્વાદિષ્ટ ચટણી તૈયાર કરી શકો છો. આવો જાણીએ આમળાની ચટણી બનાવવાની રીત
કોથમરી, આમળા, કાળા મરી, હીંગ, જીરું, મીઠું, લીલું મરચું, કાળું મીઠું વગેરે.
સૌથી પહેલા આમળાને ધોઈને તેના નાના ટુકડા કરી લો અને પછી કોથમીર સાફ કરીને તેને સમારી લો.
હવે મિક્સર જારમાં સમારેલી કોથમીર અને આમળા ઉમેરો અને પછી તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચા નાખીને બધુ ગ્રાઇન્ડ કરો.
તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢીને પછી તેમાં મીઠું, કાળું મીઠું, જીરું, હિંગ, કાળા મરી અને થોડું પાણી ઉમેરો.
હવે તમારી ચટણી ખાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તમે તેને સરળતાથી 6-7 દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
તમે આ ચટણીને સમોસા, પરાઠા કે પકોડા સાથે પણ સર્વ કરી શકો છો. તેનાથી તમારા ભોજનનો સ્વાદ વધશે.
જો તમે મીઠી અને ખાટી ચટણી ખાવા માંગતા હોવ તો તમે ગોળ ઓગાળીને આ તૈયાર કરેલી ચટણીમાં ઉમેરી શકો છો.
શિયાળામાં તમે ખાટી અને મસાલેદાર આમળાની ચટણી પણ બનાવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.