આમ તો અમદાવાદની મોટા ભાગની કીટલી પર ચા સાથે મસ્કા બન મળતા જ હોય છે પણ ઓલ્ડ સીટીના લકી ટી સ્ટોલની વાત જ અલગ છે. અહીંના મસ્કાબન અમદાવાદમાં પ્રખ્યાત છે. આ રેસીપીને ઘરે બનાવવા માટેની સરળ રેસીપી નોંધી લો.
2 મીઠા બન, 4 ચમચા માખણ, 1 ચમચી જામ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી સેઝવાન સોસ, 1 ચમચો મેયોનિસ, 1 ચમચો સિંગ ભુજીયા, 1 ચમચો રતલામી સેવ, 2 ચમચા તીખી મસાલા વેફર્સ.
સૌ પ્રથમ બનને વચ્ચેથી કાપી અને જામ મસ્કા બન માટે એક બન લો અને તેના એક ભાગ પર માખણ અને એક ભાગ પર જામ લગાવો.
ત્યાર બાદ બનને ફરી બન્ધ કરો અને ઉપર માખણ લગાવીને ત્રણ ભાગમાં કાપી લો.
હવે માખણ વાળા બન પર ચિલી સોસ લગાવો અને સેઝવાન સોસ વાળા બન પર મેયોનિસ લગાવો.
ત્યાર બાદ બેઝ વાળા બન પર સિંગ ભુજીયા, રતલામી સેવ અને થોડો વેફરનો ભુકો નાખો.
બીજા બનના પીસ ઉપર મૂકી માખણ લગાવો. ચાર ભાગમાં કાપી લો અને તમે ઈચ્છો તો ચીઝ પણ નાખી શકો છો.
તૈયાર છે મસ્કાબન તમે તેને ગરમ ગરમ ચા સાથે કે ચા વગર પણ ખાઈ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.