5 થી 6 પાઉં, 3 થી 4 બાફેલા બટાકા, એક ડુંગળી સમારેલી, અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, એક ચમચી તેલ, તજ-લવિંગ, અડધી ચમચી કાળા મરી, બે ચમચી નારિયેળ છીણેલ, અડધી ચમચી હળદર, એક ચમચી આખા ઘાણાં, એક ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂરણ, આંબલીની ચટણી, લીલી ચટણી, બે ચમચી મગફળી, બે ચમચી દાડમના દાણા, જરૂર મુજબ તેલ, માખણ, સ્વાદાનુંસાર મીઠું વગેરે.
સૌ પ્રથમ મસાલો બનાવવા માટે એક કડાઇમાં ધાણાં, વરિયાળી, જીરું, કાળા મરી, તજ, લવિંગ, સુકાયેલું નારિયેળ અને સુકા લાલ મરચા નાંખીને ધીમી ગેસે મસાલાને શેકી લો.
હવે ગેસ બંધ કરી મસાલા ઠંડા થાય પછી બધા મસાલાને મિક્સરમાં નાખીને પીસી લો અને એક વાસણમાં કાઢી લો.
હવે પછી બાફેલા બટાકા લો અને એની છાલ કાઢીને મેશ કરીને એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં દાબેલીનો મસાલો નાંખો.
આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો અને એમાં ઉપરથી નારિયેળની છીણ, કોથમીર, દાડમ, સેવ અને સિંગ નાંખીને ટોપિંગ કરી લો.
હવે એક નોનસ્ટિક તવો ગરમ કરી તેના પર પાઉં મુકી ચારેબાજુ બટર લગાવો અને પાઉંની વચ્ચે આ મસાલો ભરી દો.
હવે દાબેલીને રોસ્ટ કરી લો, તૈયાર છે તમારી કચ્છી દાબેલી તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.