શાક તો તમે અનેક પ્રકારના ખાધા હશે પરંતુ શું તમે કેળાનું શાક ટ્રાય કર્યું છે, આ રેસીપી તમે ઘરે એક વાર જરૂર બનાવજો.
પાણી,હળદર,પાકા કેળા,ટમેટા,તેલ,રાઈ-જીરું,સૂકા મરચા,તમાલપત્ર,હિંગ,ગરમ મસાલો,મીઠું,ખાંડ.
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી લો તેમાં હળદર,મરચું પાવડર અને ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી લો.
હવે કેળા અને ટમેટાને જીણા સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું,સૂકા મરચા,તમાલપત્ર,હિંગ અને લાલ મરચું પાવડર નાખીને સાંતળી લો.
હવે તેમાં સમારેલા ટમેટા ઉમેરીને મિક્સ કરી તેમાં બાઉલમાં તૈયાર કરેલ મિશ્રણ ઉમરીને થોડી વાર પકાવી લો.
હવે તેમાં સમારેલા પાકેલા કેળા,ગરમ મસાલો,મીઠું,ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.