પનીર ભુરજી એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપી બનતી વાનગી છે. જે બિલકુલ સ્ક્રેમ્બલ્ડ એગ્સ જેવું લાગે છે. પરંતુ આ એક શાકાહારી વાનગી છે. પનીર ભુરજી ઘરે બનાવવા માટે જાણી લો આ સરળ રેસીપી.
પનીર- 250 ગ્રામ છીણેલું, ડુંગળી-2 સમારેલી, ટામેટા-2, લીલું મરચું-1 સમારેલ, આદુ-1 ઇંચનો ટુકડો, લસણ-4 થી 5 કળી, તેલ-3 ચમચી, જીરું-1 ચમચી, હળદર પાવડર-1/2 ચમચી, લાલ મરચું પાવડર-1 ચમચી, ધાણા પાવડર-2 ચમચી, ગરમ મસાલો-1/2 ચમચી, મીઠું-સ્વાદ પ્રમાણે, કોથમીર-સમારેલી.
પનીર ભુરજી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને પછી તેમાં ડુંગળી નાખીને સાંતળી લો.
હવે તેમાં સમારેલ આદુ, લીલું મરચું અને લસણ ઉમેરીને થોડી વાર ફ્રાય કરી લો.
હવે તેમાં સમારેલા ટામેટાંનાખીને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ સુધી પકાવો.
પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરીને પછી તેમાં છીણેલું ચીઝ ઉમેરીને બરાબર પકાવો.
2-3 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં સમારેલી કોથમીર અને કસૂરી મેથી ઉમેરીને ગાર્નિશ કરી લો.
સ્વાદિષ્ટ અને અદ્ભુત પનીર ભુરજી તૈયાર છે. હવે તેને પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.