આ એક એવી રેસીપી છે જે મિક્સ શાકભાજીમાંથી બનેલી એક સ્વાદિષ્ટ ચાયનીઝ વાનગી છે.તેને મિશ્ર શાકભાજીમાંથી કોફ્તા બનાવીને તેને તેલમાં તળવામાં આવે છે અને પછી સોયા સૉસ,ટોમેટો કેચપ અને ચીલી સૉસની સાથે તૈયાર કરવામાં આવે છે.આવો જાણીએ તેની સરળ રેસીપી.
કોબી,મેંદો અથવા મકાઈનો લોટ,ડુંગળી,લસણની કળી,બારીક સમારેલી કોથમરી,આદુની પેસ્ટ,લીલા મરચા,ટોમેટો સોસ,સોયા સોસ,ચિલી સોસ,વિનેગર,લાલ મરચું પાવડર,કાળા મરી પાવડર,મીઠું - સ્વાદ મુજબ,જરૂરિયાત મુજબ તેલ.
સૌપ્રથમ કોબીજને સારી રીતે ધોઈને તેના નાના-નાના ટુકડા કરીને પછી તેમાં રહેલું પાણી કાઢી લો.
હવે એક બાઉલમાં મકાઈ કે મેંદાનો લોટ લઈ તેમાં કોબીજ,મીઠું,લાલ મરચું પાવડર,કાળા મરી પાવડર નાખીને મિક્સ કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કોબીજ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને એક પ્લેટમાં કાઢી લો.
હવે બીજી પેનમાં 1-2 ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી,આદુની પેસ્ટ,લીલા મરચા અને લસણ નાખીને સાંતળો.
ડુંગળી ફ્રાય થઈ જાય પછી તેમાં ટામેટાં સોસ,ચીલી સોસ અને સોયા સોસ ઉમેરીને થોડીવાર પકાવો.
હવે મકાઈનો લોટ ઓગાળીને મિક્સરમાં ઉમેરો અને મિક્સ કરો. તેનાથી મંચુરિયન ગ્રેવી જાડી થઈ જશે.
1-2 મિનિટ રાંધ્યા પછી, આ મંચુરિયન મિશ્રણમાં મીઠું, વિનેગર વગેરે ઉમેરીને મિક્સ કરો. પછી તેમાં તળેલી કોબીજ નાખીને મિક્સ કરો.
તૈયાર છે કોબી મંચુરિયન તમે તેને કોથમરીથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો. તમે ઘરે ગોબી મંચુરિયન પણ બનાવી શકો છો.રેસીપી ગમે તો શેર કરજો. આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.