કાઠીયાવાડી સ્ટાઇલમાં રીંગણાનો ઓળો બનાવવાની રેસીપી


By Vanraj Dabhi09, Jan 2024 02:51 PMgujaratijagran.com

રીંગણનો ઓળો રેસીપી

રીંગણનો ઓળો ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં ફેમસ છે. તેને તૈયાર કરવો ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ ટેસ્ટફૂલ છે. બાળકોથી માંડીને ઘરના વડીલોને રીંગણનો ઓળોં ખૂબ ભાવે છે.આવો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી

રીંગણ,ડુંગળી સમારેલી,આદુ-લસણની પેસ્ટ,લીલા મરચાં સમારેલા,લીલી ડુંગળી,ટામેટાં સમારેલા,હળદર,લાલ મરચું પાવડર,તેલ,સ્વાદ મુજબ મીઠું,સમારેલી કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ રીંગણાને ધોઈને સાફ કરી ગેસ અથવા ચૂલામાં મૂકીને મધ્યમ તાપ પર શેકી લો.

સ્ટેપ- 2

હવે તેને 5-10 મિનિટ ઠંડુ થવા દો અને તેની કાળી પડી ગયેલ છાલ કાઢીને શેકેલા રીંગણને છરી વડે નાના ટુકડા કરીને મેશ કરો.

સ્ટેપ- 3

ત્યાર બાદ સમારેલા ટામેટાં અને હળદર પાવડર,લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે મેશ કરેલ રીંગણ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને 5-6 મિનિટ સુધી પાકવા દો.

ગાર્નિશ કરો

હવે ગેસ બંધ કરીને કોથમરીથી ગાર્નિશ કરો.રીંગણ ઓળો પીરસવા માટે તૈયાર છે.

સર્વ કરો

તમે તેને બાજરાના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મેથીના ખાખરા બનાવવાની રીત