મેથીના ખાખરા બનાવવાની રીત


By Vanraj Dabhi09, Jan 2024 01:37 PMgujaratijagran.com

મેથી ખાખરા રેસીપી

શિયાળાની સવાર દરમિયાન, આપણે બધા ઝડપી અને સરળ હેલ્ધી નાસ્તો શોધીએ છીએ. જે ચા સાથે ખૂબ જ આરામથી ખાઈ શકાય છે, આજે અમે તમને ગુજરાતના પ્રખ્યાત મેથીના ખાખરા બનાવવાની રેસિપી જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ,ચણાનો લોટ,તેલ,કસૂરીમેથી,સ્વાદ માટે મીઠું,હળદર પાવડર,લાલ મરચું પાવડર,જીરું પાવડર,જરૂરિયાત મુજબ પાણી,ખાખરા તળવા માટે તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક વાસણમાં 2 કપ ઘઉંનો લોટ,એક ચમચી ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું,એક ચમચી ક્રશ કરેલ કસુરી મેથી નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં હળદર,લાલ મરચું પાવડર,જીરું પાવડર એડ કરીને મિશ્રણને બરાબર મિક્સ કર્યા બાદ તેમાં બે ટેબલસ્પૂન તેલ ઉમેરો.

સ્ટેપ- 3

આ પછી તેમાં પાણી ઉમેરીને લોટ બાંધી લો અને પછી તેને 20 મિનિટ સેટ થવા દો, પછી તેના નાના-નાના બોલ બનાવીને રોટલીની જેમ વણી લો.

સ્ટેપ- 4

હવે એક તવાને ગરમ કરી તેના પર મેથી ખાખરાને ધીમી આંચ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

મેથીના ખાખરા તૈયાર છે તમે તેને પ્લેટમાં થોડી ચટણી અથવા ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈખ-શેર કરો અને આવી વધુ રેસીપ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉત્તરાયણ પર રાજકોટની ફેમસ જલારામની ચીકી ઘરે આ રીતે ટ્રાય કરો