ઉતરાયણનો તહેવાર પર લોકો ચીકી,તલસાંકળી અને બીજી અવનવી વાનગીઓ ખાવા નું ખુબ જ પસંદ કરે છે,ત્યારે ચીકીનું નામ આવતા સૌ પ્રથમ રાજકોટની ફેમસ જલારામની ચીકી જ યાદ આવે છે, પરંતુ તમારે તેને ઘરે બનાવવી હોય તો નોંધી લો આ સરળ રેસીપી.
મગફળીના દાણા, ગોળ,ઘી કે તેલ, પાણી.
શીંગદાણાને શેકીને તેની ફોતરી કાઢી લો.
ગોળના ટુકડાને એક કડાઈમાં ઓગાળી લો.
હવે તેમા ઘી અને પાણી ઉમેરી સતત હલાવતા રહીને ચાસણી તૈયાર કરો.
ચાસણી તૈયાર થઈ જાય પછી તેમાં શીંગદાણા ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
હવે ગ્રીસ કરેલા પ્લેટમાં આ મિશ્રણ લઈ વેલણ થી પાતળું પાથરીને ચપમપુની મદદથી કાપા પાડી લો.
હવે આપણી જલારામની ચીકી જેવી જ ચીકી તૈયાર છે, તમે તેને સર્વ કરી શકો છો અને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.