પંજાબી દમ આલૂ એ ભારતીય ભોજનની સૌથી શ્રેષ્ઠ શાકભાજી છે.જો તમારા ઘરે અચાનક કોઈ મહેમાન આવે તો તમે આ શાકને ડિનર માટે તૈયાર કરી શકો છો, આ રેસીપી તમે કસૂરી મેથી અને સ્વાદવાળા દહીંમાંથી બનાવેલી ગ્રેવી સાથે પંજાબી સ્ટાઈલનું દમ આલૂ ખૂબ જ સરળ રીતે બનાવતા શીખી લો.
બટાકા,ડુંગળી,દહીં,તમાલપત્ર,હીંગ,લાલ મરચું,હળદર,આદુ લસણની પેસ્ટ,ધાણાજીરું,લીલી એલચી,તજ,લવિંગ,કાજુ,કસૂરી મેથી,ખાંડ,તેલ,કોથમીર મીઠું સ્વાદ મુજબ.
સૌ પ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢી એક પેનમાં તેલ ગરમ કરી બાફેલા બટેટા ઉમેરી સોનેરી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીને એક પ્લેટમાં કાઢી લો.
હવે તેમાં સૂકા ધાણા-જીરું,એલચી,તજ,લવિંગ અને કાજુ મિક્સરમાં બારીક પીસી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં એક ચપટી હિંગ,તમાલપત્ર,ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરો અને થોડીવાર ફ્રાય કરો.
હવે દહીંનું ઘોરવું બનાવીને કડાઈમાં નાખો અને હળદર,લાલ મરચું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે બટાકા,કસૂરી મેથી,ખાંડ અને મીઠું, 3/4 કપ પાણીઉમેરીને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 2 મિનિટ સુધી પકાવી લો.
હવે ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમરીથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.