મકરસંક્રાંત સ્પેશિયલ સાત ધાન ખીચડો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતની પ્રખ્યાત રેસીપી સાત પ્રકારના ધાન,લીલું કઠોળ,કંદમૂળ,ડ્રાયફ્રુટ બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે. ખીચડો મકરસંક્રાંતિમાં ખાસ બનાવવામાં આવે છે.
ઘઉંના ફાળા,તુવેરની દાળ,ચણાની દાળ,મગની લીલી દાળ,જુવાર,બાજરી,ચોખા,મીઠું,ઘી,ખારેકનાં ટુકડા,વટાણા,રાઈ-જીરું,સૂકા લાલ મરચા,લવિંગ,તજ,તમાલપત્ર,કાજુ,બદામ,મીઠા લીમડાના પાન,હિંગ,બટાકુ,ગાજર,ટામેટા,મીઠું,હળદર,ધાણજીરૂ, લાલ મરચુ પાવડર,કોથમીર.
ઘઉં,જુવાર,બાજરી દાળ અને ચોખા પાણી થી ત્રણ ચાર વાર ધોઈને ગરમ પાણીમાં 6-7 કલાક પલાળી દો.
કૂકરમાં પાણી ગરમ કરો અને તેમાં 1 ચમચી મીઠું,1 ચમચી ઘી,બધું ધાન કૂકરના ઉકળતા પાણીમાં ઉમેરો અને ખારેકના ટુકડા,વટાણા ઉમેરી કૂકરને બંધ કરી ધીમા તાપે 1/2 કલાક પકાવો.
કૂકર ઠંડુ થાય ત્યાં સુધીમાં એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ-જીરૂ,સૂકા લાલ મરચા,તજ,લવિંગ,તમાલપત્ર,હિંગ ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે કાજુ,બદામ,ગાજર,બટાકા ઉમેરી ધીમા તાપે સાંતળીને ટામેટા,મીઠો લીમડો અને મીઠું ઉમેરીને પકાવો.
હવે હળદર,લાલ મરચું,ધાણાજીરું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી 1/2 કપ પાણી ઉમેરો.
હવે પાણી ઉકળે એટલે કૂકરમાં બાફેલું ધાન ઉમેરી મિક્સ કરીને કોથમીર ગાર્નિશ કરો.
ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો તૈયાર થઈ ગયો છે તમે તેને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.