ગુજરાતી કઢીમાં ચણાનો લોટ ઓછો વપરાય છે અને તેનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. તમે તેને ભાત,ખીચડી કે વેજીટેબલ પુલાવ સાથે સર્વ કરી શકો છો.
દહીં,પાણી,ચણાનો લોટ,લીલું મરચું-આદુ,લસણ,ખાંડ,મીઠું,તેલ અથવા ઘી,જીરું,મેથીના દાણા,રાઈ,લવિંગ,તજની લાકડી,સૂકા લાલ મરચા ટુકડા,મીઠો લીમડો,કોથમીર.
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં અને ચણાના લોટને એકસાથે સ્મૂધ થાય ત્યાં સુધી હલાવી મિશ્રણ તૈયાર કરો.
હવે દહીં-ચણાના લોટના મિશ્રણને મધ્યમ કદના ઊંડા તવામાં રેડો અને તેને મધ્યમ આંચ પર ઉકાળો.
હવે તેમાં લીલા મરચા-આદુની પેસ્ટ,વાટેલું લસણ,ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખીને ચમચા વડે હલાવીને મિક્સ કરીને 1/2 કપ પાણી ઉમેરીને પકાવો.
એક નાના પેનમાં તેલ કે ઘી ગરમ કરી સાઈ-મેથીના દાણા,તજ,લવિંગ,જીરું,સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે ગુજરાતી કઢીમાં ટેમ્પરિંગ ઉમેરીને સારી રીતે મિક્સ કરી તેને 2-3 મિનિટ માટે ઉકળવા દો.
હવે ગેસ બંધ કરો અને બારીક સમારેલી કોથમરી ગાર્નિશ કરો.
ગુજરાતી ખાટી મીઠી કઢી તૈયાર છે તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો