ક્રિસ્પી મસાલા ઢોસા બનાવવાની રેસીપી


By Vanraj Dabhi20, Dec 2023 12:56 PMgujaratijagran.com

મસાલા ઢોસા રેસીપી

ઢોસા એ દક્ષિણ ભારતીય પ્રખ્યાત વાનગી છે, ઢોસા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.

સામગ્રી

2 કપ બાફેલા ચોખા, 1/2 કપ ધોયેલા અડદ, 1/2 ચમચી મેથીના દાણા, 2 ચમચી મીઠું, ઢોસા બનાવવાના મસાલા માટે 500 ગ્રામ બાફેલા બટાકા ટુકડા, 1/2 કપ ડુંગળી, સમારેલા 2 લીલા મરચા બારીક સમારેલ, 2 ચમચી તેલ, 1 ચમચી સરસવ, 6-7 મીઠા લીમડાના પાન, 2 ચમચી મીઠું, 1/4 ચમચી હળદર, 1/2 કપ પાણી.

સ્ટેપ- 1

ચોખાને ધોઈને એક વાસણમાં પલાળી દો, દાળ અને મેથીના દાણાને બીજા વાસણમાં 5 થી 6 કલાક અથવા આખી રાત પલાળી રાખો.

સ્ટેપ- 2

દાળને સ્મૂધ પીસી લો અને પછી ચોખાને પીસીને બેટર તૈયાર કરો.

સ્ટેપ- 3

હવે તેમાં મીઠું અને પાણી ઉમેરો અને બેટરને થોડું પાતળું કરો. તેને આથો આવવા માટે આખી રાત રાખો.

સ્ટેપ- 4

હવે એક તવો ગરમ કરો અને તેના પર તાવીથાની મદદથી તેલ લગાવો. જ્યારે તે સંપૂર્ણપણે ગરમ થઈ જાય, ત્યારે તેના પર થોડું પાણી છાંટવું અને તરત જ તેના પર બેટર રેડવું અને તેને ગોળ આકાર આપીને ફેલાવો.

સ્ટેપ- 5

ઢોસાને તવા પર ફેલાવ્યા પછી આગ ધીમી કરો અને કિનારીઓ પર થોડું તેલ ઉમેરો જેથી ઢોસા બરાબર પાકી જાય.

સ્ટેપ- 6

જ્યારે કિનારીઓ આછા બ્રાઉન રંગની થવા લાગે ત્યારે સ્ટફિંગને ઢોસાની વચ્ચે રાખીને તેને ફોલ્ડ કરી લો.

સર્વ કરો

તૈયાર છે મસાલા ઢોસા તેને તમે ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધીના થેપલા ટ્રાય કર્યા કે નહીં! શિયાળામાં આ રીતે દૂધીના થેપલા ઘરે બનાવવો