Crispy Corn Recipe: ચોમાસામાં ઘરે બનાવો શેકેલી મકાઈ ક્રિસ્પી કોર્ન રેસીપી


By Vanraj Dabhi25, Jul 2024 04:02 PMgujaratijagran.com

ક્રિસ્પી કોર્ન રેસીપી

વરસાદી માહોલમાં મકાઈ ખાવી દરેક લોકોને પસંદ હોય છે, તમે મકાઈમાંથી વિવિધ રેસીપી ટ્રાય કરવાનું વિચારતા હોવ તો તમે શેકેલી મકાઇમાંથી ક્રિસ્પી કોર્ન રેસીપી બનાવી શકો છો.

સામગ્રી

સ્વીટ કોર્ન,પાણી,મકાઈનો લોટ,ચોખાનો લોટ,મીઠું,મરી પાવડર,લાલ મરચું પાવડર,તેલ,કેપ્સીકમ,ડુંગળી,કોથમીર,લીંબુનો રસ,લાલ મરચું પાવડર,ચાટ મસાલો,શેકેલું જીરું પાવડર, સંચળ,આમચુર પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી,મીઠું નાખીને ઉકાળીને તેમાં સ્વીટ કોર્ન ઉમેરીને 1 મિનિટ માટે ઉકળવા દો.

સ્ટેપ-2

હવે બાફેલી સ્વીટ કોર્નને બીજા વાસણ કાઢી લો.

સ્ટેપ-3

હવે તેમાં મકાઈનો લોટ, ચોખાનો લોટ, મેંદો, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ-4

હવે વધારાના લોટને કાઢવા માટે સ્વીટ કોર્નને ચાળણીથી ચાળી પછી હવે એક કડાઈમાં તેલ ગરમ કરી સ્વીટ કોર્ન નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

હવે તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, આમચુર પાવડર અને થોડું મીઠું ઉમેરીને મિક્સ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Garlic Chutney: કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાની રીત