શિયાળામાં લોકો લાલ મરચાનું અથાણું ખાવાનું ખૂબ જ પસંદ કરે છે, ત્યારે આજે અમે તમને ભરેલા લાલ મરચાનું અથાણું ઘરે બનાવવા માટેની સરળ રેસીપી જણાવીશું.
750 ગ્રામ લાલ મરચા, 100 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા, 1 ચમચી હિંગ,1 ટેબલસ્પૂન હળદર,1 ટેબલસ્પૂન વરિયાળી,1 ટેબલસ્પૂન કાળા મરી,મીઠું સ્વાદાનુસાર, 5 ટેબલસ્પૂન વિનેગર,5 ટેબલસ્પૂન સરસિયું તેલ.
મરચાને ધોઈને એકદમ કોરા કરી ઊભા કાપી લો અને મરચા માંથી બીજ કાઢીને એના ચાર ટુકડા કરી લો.
હવે એક મોટા વાસણમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ઉમેરીને બરાબર હલાવી લો.
તેલ ગરમ કરીને પછી તેને હૂંફાળું થવા દો પછી તૈયાર કરેલા મસાલામાં ઉમેરીને બરાબર હલાવી લો.
જો ભરેલા મરચાનું અથાણું બનાવવું હોય તો મરચામાં તૈયાર કરેલ મસાલો ભરી લેવો. અથાણાંને એરટાઈટ કન્ટેનરમાં ભરીને 24 કલાક રૂમ ટેમ્પરેચર પર રાખીને પછી અથાણાને ફ્રિજમાં થોડા અઠવાડિયાઓ સુધી સ્ટોર કરી શકાય છે.
લાલ મરચાના અથાણાને તમે પરાઠા, થેપલાં, પૂરી વગેરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.