શિયાળામાં અનેક વાનગી ખાવામાં આવે છે. પરંતુ શું તમે શિયાળામાં ઘુટો ખાધું છે. આ શાક સ્વસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. શિયાળામાં આ શાક કારેલા અને ભીંડા સિવાય તમામ શાકભાજી અને કઠોળમાંથી વઘાર કર્યા વગર માત્રને માત્ર પાણીમાં બાફીને એકદમ ગ્રેવી જેવું તૈયાર કરવામાં આવે છે, ચાલો તેને ઘરે બનાવવાની રીતે વિશે જાણીએ.
બટેટા, રીંગણા,ટમેટા, ફુલાવર, કોબીજ, દૂધી, કાકડી, ચોળી, વટાણા, ગુવાર, ઘીસોડા, તાંજળીયાની ભાજી, લીલી તુવેર, વાલ-વાલોળ, મૂળાના પાન, લીલી ડુંગળી, લીલું લસણ, સફરજન, કેળા,પપૈયું, કોથમરી, મેથી, પાલક, પાણી, લાલ મરચાની પ્યુરી, આદું-લસણની પ્યુરી, સેવ, મગફળીના દાણા, લીંબુનો રસ, હળદર-મીઠું વગેરે.
સૌ પ્રથમ તમામ સામગ્રી ધોઈને સમારી લો.
હવે એક તપેલામાં મીઠું અને પાણી ઉમેરીને ગેસ પર મૂકીને ગરમ કરો.
હવે બાકી રહેલી સમારેલ શાકભાજી ઉમેરો અને ઢાંકણ ઢાંકીને પકાવો.
સારી રીતે પાકી જાય પછી તેમાં લાલ મરચું, આદું-લસણની પ્યુરી, હળદર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં લીંબુનો રસ,કોથમરી, મગફળીના દાણાનો ભુકો, સેવ વગેરેથી ગાર્નિશ કરીને વરળામાં પકાવી લો.
તૈયાર છે રાજકોટનો ફેમસ ઘુટો રેસીપી, તમે તેને બાજરાના રોટલા સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.