રાજકોટમાં લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છે તેથી રાજકોટમાં ખાણી-પીણીનો બિઝનેશ જોરશોરથી ચાલી રહ્યો છે, આજે આપણે રાજકોટની ફેમસ બાલાજીની સેન્ડવીચ જેવી જ સેન્ટવીચ ઘરે બનાવવીની રીત જાણીશું.
રાજકોટના હાર્દસમા ધર્મેન્દ્ર રોડ પર બાલાજી સેન્ડવીચ આવેલ છે, બાલાજીની મસાલા સેન્ડવીચ ખૂબ જ ફેમસ છે, તેથી લોકો ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા જાય અને અહીં સવાર-સાંજ સેન્ડવીચ ખાવા માટે કતારો લગાવે છે.
બટાકા,વટાણા,ડૂંગળી,ટામેટું,આદું મરચાં અને લસણની પેસ્ટ,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,લીંબુનો રસ,ખાંડ,તેલ,રાઈ,હીંગ.
સૌ પ્રથમ બટાકા અને વટાણાને પાણીમાં ધોઈને કૂકરમાં 3-4 સીટી વગાડીને બાફી લો.
હવે ડૂંગળી અને ટામેટાંને ઝીણું સમારી લો અને પછી આદું,મરચાં અને લસણની પેસ્ટ બનાવીને બાફેલા બટાકા અને વટાણાને મેસ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ,હીંગ,ડુંગળી,ટામેટાં,આદું,મરચાં અને લસણની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો.
હવે તેમાં મેસ કરેલાં બટાકા અને વટાણા નાખીને તેમાં બધા ઉમેરીને પછી તેને બરાબર મિક્સ કરી લો.
હવે બ્રેડ લઈ તેની ઉપર મસાલો લગાવો પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકીને સેન્ડવીચ મશીનમાં બટર લગાવી શેકી લો.
હવે તૈયાર છે બાલાજીની મસાલા સેન્ડવીચ જેવી જ હોમ મેઈડ સેન્ડવીચ, તમે તેને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક- શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.