અમદાવાદમાં વધુ પડતા પ્રમાણમાં લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે,તેથી ગુજરાતની પ્રખ્યાત વાનગી ગાઠિયા અમદાવાદમાં આવલે ઈસ્કોનના ગાઠિયા ફેમસ છે અને અહીં ગાઠિયા ખાવા માટે લાકોની ભારે ભીડ જામતી હોય છે.
આજે અમે તમને ગુજરાતની ઓળખ કરાવતા ગાઠિયાની રેસીપી જણાવીશું જે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો, ચાલો જાણીએ.
ચણાનો લોટ,અજમો,મરી,મીઠું,તેલ,હીંગ,ગાઠીયાનો સોડા,પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમા મરી,અજમો નાખી મિક્સ કરી લો પછી એક વાટકીમાં થોડું પાણી લઈ તેમા સોડા,મીઠું,હીંગ,તેલ ઉમેરીને ફીણી લો.
હવે તેને લોટમાં નાખી થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લોટ બાંધીને તેના પર તેલ લગાવીને બરાબર કુણી લો.
હવે તેને 10 મિનિટ સેટ થવા દો પછી થોડો લોટ લઇ હથેળીથી પાટલા પર પ્રેસ કરી ગાઠિયા વણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને વણેલા ગાઠિયાને તળીને ઉપર મરી,હીગ છાંટો.
આપણા ઈસ્કોનના ગાઠિયા જેવા જ ગાઠિયા તૈયાર છે, તમે બ્રેકફાસ્ટમાં વણેલા ગાઠિયાને કઢી,મરચા,સંભારા સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.