આ રેસીપી પાંચ અલગ-અલગ દાળ અને તીખા મસાલા સાથે બનાવવામાં આવે છે અને આ રેસીપીને ખાસ શિયાળામાં વધુ ખાવામાં આવે છે.
અડદની દાળ,મગની દાળ,ચણાની દાળ,તુવેરની દાળ,મસુરની દાળ,પાણી,તેલ,આદુ-મરચા-લસણની પેસ્ટ,ડુંગળી,મીઠું,હળદર,ટમેટા,મરચું,લીંબુનો રસ,કોથમરી,ધાણાજીરું પાવડર,કાળા મરી,ગરમ મસાલો,રાઈ,લવિંગ.
સૌ પ્રથમ એક કૂકરમાં પાણી ગરમ કરીને તમામ દાળને બાફીને મિક્સ કરી લો અને તમામ સામગ્રી સમારીને તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળી લો.
હવે તેમાં હળદર,મીઠું,મરચું અને ટમેટાની પેસ્ટ ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે તેમાં બાફેલી દાળ નાખો અને એક લીંબુનો રસ ઉમેરીને થોડીવાર પકાવી લો.
હવે કોથમરી ગાર્નિશ કરીને બાજરાની રોટલા,પાપડ અને સલાડ સાથે ગરમા-ગરમ પંચરત્ન દાળનો આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.