ઘુઘરા તો બધી જગ્યાએ મળતા જ હોય છે અને તમે ખાધા પણ હશે, પરંતુ જામનાગરના ફેમસ દિલિપભાઈના ઘુઘરા જેવો ટેસ્ટ નથી આવતો, તો આજે અમે તમને દિલિપભાઈના ઘુઘરા જેવા જ ઘુઘરા ઘરે બનાવવાની રેસીપી જણાવીશું.
ઘઉં કે મેંદાનો લોટ,મીઠું સ્વાદ મુજબ,તેલ,પાણી જરૂર મુજબ,બાફેલા બટાકા,લીલા મરચા,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,કોથમરી,આખા લાલ મરચા,લસણની કળી,લીંબુનો રસ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો અથવા મેંદાનો લોટ,સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરીને થોડુ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે બાફેલા બટાકાની મેશ કરીને તેમાં લીલાં મરચાની કટકી,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, કોથમરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
બાંધેલા લોટમાંથી ઘૂઘરા માટે પુરી બનાવીને તેમાં સ્ટફિંગ ભરીને બંને બાજુથી કિનારી દબાવી ને બરોબર પેક કરીને ઘુઘરા તૈયાર કરો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ક્રિસ્પી ઘુઘરા તળી લો.
હવે ઘુઘરાને સર્વિશીંગ પ્લેટમાં કાઢીને ટૂકડા કરો અને તેની પર લીલી ચટણી,લાલ ચટણી અને મીઠી ચટણી,ઝીણી સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.