રાજકોટના ફેમસ ગોરધનભાઈનો ચેવડો ઘરે કેવી રીતે બનાવવો, નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi27, Jan 2024 02:38 PMgujaratijagran.com

ચેવડો રેસીપી

રાજકોટમાં ગોરધનભાઈનો ચેવડો અને ચટણી ખૂબ જ પ્રખ્યાત છે, આ રેસીપી જો તમે ઘરે બનાવવા માંગતા હોવ તો જાણી લો આ સરળ રીત.

સામગ્રી

પૌવા,શીંગ દાણા,મરચું પાવડર,હળદર,ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું,દળેલી ખાંડ,ચાટ મસાલો,મીઠા લીમડાના પાન.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લીમડાના પાન નાખીને વઘાર કરી લો પછી તેમાં શીંગ દાણા તળી લો.

સ્ટેપ- 2

તેલ ગરમ થાય પછી પૌવા તળો લો.

સ્ટેપ- 3

એક બાઉલમાં પૌવા,શીંગ દાણા,લીમડો,મરચું પાવડર,હળદર,ગરમ મસાલો,ચાટ મસાલો,મીઠું,દળેલી ખાંડ બધું મિક્સ કરી ચેવડામાં ઉમેરો.

સ્ટેપ- 4

રાજકોટના ફેમસ ગોરધનભાઈનો ચેવડો તૈયાર છે,તમે તેને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિન્ટર સ્પેશિયલ બાજરાના રોટલાનું લસણિયું રેસીપી ઘરે ટ્રાય કરો