શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે અલગ અલગ રેસીપી ટ્રાય કરતા હોય છે, પરંતુ જો તમે ઠંડીથી બચવા માટે વિન્ટર સ્પેશિયલ હેલ્ધી લસણિયું રેસીપી અજમાવી શકો છો.
બાજરાનો રોટલો,ઘી,ગોળ,લીલુ લસણ.
સૌ પ્રથમ બાજરાના રોટલા બનાવી લો અને લીલા લસણને ઝીણું સમારીને રોટલા અને લસણનું ચૂરમુ કરી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ગોળના ટૂકડા ઉમેરીને ઓગાળી લો.
હવે તેમાં બાજરાના રોટલાનું ચૂરમુ ઉમેરો અને મિક્સ કરી લો.
હવે થોડી વાર ગરમ કરીને એક શર્વિસીંગ ડિશમાં કાઢી લો.
તૈયાર છે તમારું દેશી લસણિયું, તમે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.