શિયાળામાં લોકો ગરમાગરમ ચા પીવાનું પસંદ કરતા હોય છે તેથી ચા પીવા માટે લોકો ટી સ્ટોલ પર જતા હોય છે, પરંતુ જો તમે ટી સ્ટોલ જેવી ચા તમે ઘરે બનાવવા માંગતા હોવ તો આજે અમે રાજકોટની પ્રખ્યાત ટી મોમાઈની ચા બનાવવાની રીત અમે જણાવવા જઈ રહ્યા છીએ.
રાજકોટની રંગીલા લોકો ચા પીવાના ભારે શોખીન હોય છે અને બહાર ટી સ્ટોલ પર ચા પીવા માટે ભીડ લગાવતા હોય છે, ત્યારે રાજકોટનું લોક પ્રિય ટી સ્ટોલમાં મોખરેનું સ્થાન ધરાવતું એક માત્ર મોમાઈ ટી સ્ટોલ છે જ્યાં લોકોની ભીડ ક્યારેય ઓછી થતી જ નથી.
દૂધ,પાણી,ચા પત્તી,ખાંડ,આદુ,એલચી પાવડર વગેરે.
સૌ પ્રથમ એક તપલીમાં દૂધ ગરમ કરો.
હવે બીજી એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં ચા પત્તી અને ખાંડ નાખો.
હવે તેમાં એલચી અને આદૂ નાખીને સારી રીતે મિક્સ કરીને થોળી વાર ઉકાળો.
હવે તેમાં ગરમ કરેલ દૂધ ઉમેરીને 2-3 મિનિટ સુધી સારી રીતે ઉકાળો.
હવે એક મગ લો અને તેમાં ગરણી વડે ચા ગાળી લો.
આપણી મોમાઈની ટી તૈયાર થઈ ગઈ છે, તમે તેની ચુસ્કી મારીને આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.