શેકેલા પાપડ તો આપણે બધાએ ખાધા જ હશે, પરંતુ શું તમે શેકેલા પાપડનું શાક ટ્રાય કર્યું છે, આજે અમે તમને દેશી ચૂલા પર શેકેલા પાપડના શાકની રેસીપી જાણાવીશું.
અડદના પાપડ,ટામેટા,ડુંગળી,લીલા મરચા,આદુ,લસણ,મરચું પાઉડર,હળદર,મીઠું સ્વાદ અનુસાર,તજ-લવિંગ-બાદિયાનો ભૂકો,કોથમીર,તેલ,દહીં.
સૌ પ્રથમ દેશી ચૂલા પર પાપડને શેકી લો અને તમામ સમાગ્રી સમારીને તૈયાર કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું,આદુ, મરચાં,ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખી થોડું પાણી નાંખી ગ્રેવી તૈયાર કરો.
હવે ઉપર જણાવેલ બધા મસાલા નાખી બે ચમચી દહીં નાખી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.
હવે શેકેલા પાપડના ટુકડા કરીને ગ્રેવીમાં એડ કરો અને થોડી વાર પકાવો.
હવે તેમાં ઝીણી સમારેલી કોથમરી ગાર્નિશ કરો અને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.