રાજસ્થાની સ્ટ્રેડિશનલ ડીશ દાલ બાટી ઘણા લોકોની મનપસંદ હોય છે, આજે આપણે કૂકરમાં ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.
ઘઉંનો લોટ, ઘી, મીઠું, અજમો, ધાણાના પાન, લીલી મગદાળ, તુવેરદાળ,લાલ મસૂરદાળ, ડુંગળી, ટામેટા, આદુ લસણની પેસ્ટ,તેલ કે ઘી, રાઈ, જીરું, તમાલપત્ર, તજ, હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, અજમો, મીઠું, ઘી અને થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે એક કૂકરમાં બધી દાળને મિક્સ કરી થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બાફી લો.
હવે લોટમાંથી નાના નાના લૂઆ લઈને બાટી બનાવી લો અને એક કૂકમાં બે ઘી નાખીને બાટીને કૂકરમાં મૂકીને શેકી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી જીરું,ડુંગળી,તમાલપત્ર વગેરે મસાલા ઉમેરીને દાળનો વઘાર તૈયાર કરો.
હવે બાફેલી દાળમાં વઘાર ઉમેરીને બરાબર મિક્સ કરી થોડીવાર પકાવો અને પછી દાળ બાટી સર્વ કરો.