ઘરે રગડા પેટીસ બનાવવાની રીત


By Vanraj Dabhi02, Jan 2024 04:14 PMgujaratijagran.com

રગડા પેટીસ રેસીપી

બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાની ટ્રાય કરી છે? ચાલો જાણીએ રગડા પેટીસ ઘરે બનાવવાની સૌથી સરળ રીત.

સામગ્રી

1 કપ વટાણા,2-3 ચમચી તેલ,ચપટી હિંગ,3-4 લીમડાના પાન,2 ચમચી આદુ મરચાની પેસ્ટ,1 ડુંગળી,1 ટમેટું,1 ચમચી લાલ મરચું,1 ચમચી ધાણાજીરું,સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર,1 ચમચી ગરમ મસાલો,1 બાફેલું બટેટુ,કોથમીર.

પેટીસ બનાવવા માટે

2-3 બાફેલા બટેટા,1/2 ચમચી હળદર,સ્વાદ મુજબ મીઠું,2 ચમચી કોર્ન ફ્લોર,તળવા માટે તેલ,ગ્રીન ચટણી,ખજૂર આંબલીની ચટણી,લસણની ચટણી,ઝીણી સમારેલી ડુંગળી,સેવ.

સ્ટેપ- 1

રગડો બનાવવા માટે સૌથી પહેલા વટાણાને સવારે પાણીમાં પલાળી તેમાં 3-4 કપ પાણી નાખીને કૂકરમાં 4 સીટી સુધી બાફી લો.

સ્ટેપ- 2

હવે એક એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ,લીમડો,આદું મરચાની પેસ્ટ, સમારેલી ડુંગળી,ટામેટા વગેરે નાખીને વઘાર કરો અને તેને પાકવા દો. હવે તેમાં બાફેલા વટાણા અને પાણી સાથે નાખી થોડી વાર ઊકળવા દો.

સ્ટેપ- 3

તૈયાર છે રગડો તેને કોથમીરથી ગાર્નિશ કરો.

સ્ટેપ- 4

પેટીસ બનાવવા માટે એક બાફેલા બટેટાને છાલ કાઢીને છીણી તેમાં મીઠું અને હળદર થોડો કોર્ન ફ્લોર નાખીને નરમ લોટ બાંધીને એક સરખી પેટીસ બનાવી લો.

સ્ટેપ- 5

એક નોનસ્ટિક પેનમાં આ પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લો.

સર્વ કરો

એક પ્લેટમાં 3-4 પેટીસ મૂકી તેના ઉપર રગડો નાખો. તેના ઉપર બધી ચટણી નાખો. સેવ અને ડુંગળી નાખો. ગરમા ગરમ રગડા પેટીસ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાઈસ રેસીપી : પરફેક્ટ અને સ્વાદિષ્ટ ભાત બનાવવાની રીત