Punjabi Kadhi Recipe: પંજાબી પકોડા કઢી બનાવવાની રીત


By Vanraj Dabhi21, Sep 2024 05:07 PMgujaratijagran.com

પંજાબી પકોડા કઢી

પકોડા કઢી તો દરેક લોકોએ ટ્રાય કરી હશે, આજે અમે તમને પંજાબી સ્ટાઈલ પકોડા કઢી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ચણાનો લોટ, ડુંગળી,લીલા મરચાં, આદુ, લસણ, અજમો, હળદર, મીઠું, ધાણાજીરું, હિંગ, કોથમરી, પંજાબી માસાલા, તેલ, પાણી, છાસ, રાઈ-જીરું, મેથી, મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં ડુંરળી, લસણ, લીલા મરચાં અને આદુ ઉમેરીને ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ, અજમો, હળદર, મીઠું, ધાણાજીરું, હિંગ, કોથમરી, પંજાબી માસાલા, તેલ, પાણી ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી પકોડા તળી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે એક મિક્સર જારમાં થોડી ખાટી છાસ, ચણાનો લોટ, મીઠું ઉમેરીને મક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરું અને તૈયાર કરેલ લસણ મરચાની પેસ્ટ વગેરે માસાલા ઉમેરીને વઘાર કરી કઢી તૈયાર કરી લો.

સ્ટેપ-6

હવે તેમાં તૈયાર કરેલા પકોડા કઢીમાં નાખીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે પંજાબી સ્ટાઈલ પકોડા કઢી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rice kheer: શ્રાદ્ધ માટે ખીર બનાવવાની યુનિક રેસીપી